ગુરૂ પૂર્ણિમાના અવસરે સી.ડી. લોન્ચ, કમાણી કુદરતી આપદા પીડિતોના રાહત કાર્યો પર ખર્ચ કરવામાં આવશે


હાંસોલ, 22 જુલાઈ (હિ.સ.) આધુનિક સમાજમાં સ્વચ્છ સંસ્કારને જન-જીવનમાં ધારણ કરવાના ઉદ્દેશ્યથી શ્રી મધુસૂદન ધ્યાનયોગ નિકેતન હાંસોલ, ઈન્દિરા બ્રિજ પાસે, ગુજરાતમાં ગુરૂ પૂર્ણિમાના દિવસે ધાર્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું. આ આધ્યાત્મિક કાર્યક્રમમાં બ્રહ્મનાદ અને શક્તિપાઠ દ્વારા આ આશ્રમના પ્રમુખ શ્રી ધ્યાનયોગી ઓમદાસજી મહારાજે ઉપસ્થિત લોકોને માનસિક શાંતિને જીવનમાં ધારણ કરવાના હેતુએ પ્રવચન સંભળાવ્યું. આ પ્રસંગે શ્રી ધ્યાનયોગી ઓમદાસજી મહારાજે બ્રહ્મનાદ અને શક્તિપાઠ વિધિ પર આધારિત સી.ડી.ને લોન્ચ કરી છે. મહારાજનો દાવો છે કે આ સી.ડી.ને માત્ર સાંભળવાથી જ નિશ્ર્વિત રૂપથી માનસિક શાંતિ ગ્રહણ કરવાની ઉર્જા પ્રાપ્ત થાય છે. ટ્રસ્ટે જાહેરાત કરી કે આ સી.ડી.ને વેચવાથી પ્રાપ્ત થયેલ તમામ રકમને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ રાજ્યોમાં પીડિતોને રાહત મદદ માટે અને સારા કાર્યોના ઉદ્દેશ્યથી ખર્ચ કરવામાં આવશે. આ આધ્યાત્મિક સમારોહમાં કુદરતી આપદામાં માર્યા ગયેલ લાખો નિર્દોષ લોકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પણ ધારણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે આ પ્રવચનનો સારાંશ સાંભળવા માટે દેશના વિવિધ સ્થાનો પરથી આવનાર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને રસપાન કરાવશે.


Labels: , , , ,